મોરબી : મોરબીમાં ટ્રાફિકથી ધમધમતા તખ્તસિંહજી રોડ ઉપર વિજય ટોકીઝ નજીક એક કારમાં અચાનક ગેસ લીકેજ થતા કાર ચાલક કારને રેઢી મૂકી નાસી છૂટ્યો છે બીજી તરફ સુસવાટા સાથે ગેસ લીકેજ થતો હોવાથી લોકોમાં ભયના માહોલ વચ્ચે અફરાતફરી મચી જવા પામી છે.