મોરબી : સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના લીધે ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે તેમાંથી સાવધાનીપૂર્વક હેમખેમ બહાર નીકળવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી એ સમગ્ર ભારતમાં લોકોના હિતને ધ્યાનમાં રાખીને તા. 14/4/2020 સુધી 21 દિવસ માટે લોકડાઉનનો નિર્ણય લીધો છે. તેમજ આ પરિસ્થિતિમાં દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં જ રહેવાનું હોવાથી સરડવા પરિવારના કુળદેવી ભગવતી રાંદલ માતાજીના હવનમાં બેસવા માટે ઉછામણિનો કાર્યક્રમ તારીખ 8/4/2020 ના રોજ રાખવામાં આવેલ હતો, તે બંધ રાખવામાં આવેલ છે. હવનના સાથે વિદ્યાર્થી સન્માન સમારંભનો કાર્યક્રમ પણ મોકૂફ રાખવામાં આવેલ છે. વધુમાં, રાંદલ માતાજીના મંદિરે તારીખ 15/4/2020 ચૈત્ર વદ આઠમના રોજ બ્રાહ્મણ અને સરડવા પરિવારના ચાર વ્યક્તિઓ હવનની વિધિ કરી લેશે. જેની સરડવા પરિવારના દરેક સભ્યોએ નોંધ લેવા રાંદલ મંદિર મોટાભેલાના પ્રમુખ સરડવા કાંતિલાલ ભગવનજીભાઈ તથા મંત્રી સરડવા મનસુખ અરજણભાઈ એ યાદીમાં જણાવેલ છે.