મોરબી : સોની ટીવી પર પ્રકાશિત થતાં મહાનાયક અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરાતા પોપ્યુલર ટીવી શો કૌન બનેગા કરોડપતિના ગોલ્ડન ડે કન્ટેસ્ટમાં મોરબીના વેપારીની પસંદગી થઈ છે. આ ખાસ એપિસોડ આજે રાત્રે એટલે કે 10 માર્ચ ને સોમવારના રોજ રાત્રે 9 વાગ્યે સોની ટીવી પર પ્રકાશિત થનાર છે.મોરબીની સરદાર રોડ પર સુધારા શેરીમાં આવેલી પોપ્યુલર મલ્ટી બ્રાન્ડેડ શોપના તુષારભાઈ દફ્તરીની કૌન બનેગા કરોડપતિના ગોલ્ડન ડે કોન્ટેસ્ટમાં પસંદગી થઈ છે. સમગ્ર દેશમાંથી 10 ફિલિપ્સ કસ્ટમરને સોની ટીવી દ્વારા આ એપિસોડમાં પસંદ કરવામાં આવ્યા છે. જેમાં મોરબીના તુષારભાઈ દફ્તરીની પણ પસંદગી થઈ છે. જે સમગ્ર મોરબી માટે ગૌરવની વાત છે. આજે રાત્રે 9 વાગ્યે પ્રકાશિત થનારા શોમાં તેઓ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ ચેર પર જોવા મળશે. તેમણે આ બદલ ફિલિપ્સ, સોની ટીવી, કૌન બનેગા કરોડપતિ શોનો આભાર વ્યક્ત કર્યો હતો.