મોરબી : મોરબીના ઉદ્યોગપતિ હિતેશભાઈ અઘારાએ પોતાના ભાણેજના જન્મદિવસની ઉજવણી વૃક્ષારોપણ કરીને કરી હતી. હિતેશભાઈ અઘારાએ જણાવ્યું હતું કે, આજે આપણે જાણીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગનો આપણે સૌ સામનો કરી રહ્યા છીએ ત્યારે પર્યાવરણને સંતુલન કરી સહભાગી થવા માટે પ્રયાસ કરવો જોઈએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પેડ એક માના નામે અંતર્ગત આપણે સૌએ એક વૃક્ષ વાવી તેનું જતન કરવાં માટેની જવાબદારી નિભાવવી જોઈએ. આ ઉદ્દેશ સાથે તેમણે તેમના ભાણેજના જન્મદિવસે વૃક્ષારોપણ કર્યું હતું.