૨૨ ઓક્ટોબરે બાંધકામ પરવાનગી માટે અરજી અને ૨૫મીએ મંજૂરી મોરબી : રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સરળ ઓનલાઇન બિલ્ડીંગ પ્લાન મંજૂરી માટે ઓડીપીએસ સિસ્ટમ અમલી બનાવતા મોરબી નગરપાલિકા દ્વારા ઓડીપીએસ સિસ્ટમનો અમલ કરી ત્રણ જ દિવસમાં બે જુદા જુદા અસામીઓને બિલ્ડીંગ પ્લાન મંજુર કરી સરળ સિસ્ટમનો પ્રારંભ કર્યો છે. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા ઓડીપીએસ સિસ્ટમ અમલી બનાવવામાં આવતા મોરબી નગરપાલિકામાં આ સિસ્ટમ અમલી બનાવી છે ને અન્વયે લોહાણાપરામાં રહેતા ફતમાબેન હનીફભાઈ પાયકનો ૧૦૦ ચો.મી. અને વજેપરના મનસુખલાલ ગંગારામ કક્કડનો ૩૩૨ ચો.મી.નો બિલ્ડીંગ પ્લાન મંજુર કરવામાં આવ્યો છે. વધુમાં બન્ને આસમીઓ દ્વારા ૨૨ ઓક્ટોબરના રોજ પ્લાન મંજૂરી માટે મુક્યાં હતા જેને એન્જીનીયર અનિલ વી.મીરાણીના હસ્તે મોરબી પાલિકાએ સૌ પ્રથમ બે પ્લાન મંજુર કર્યા હતા. વધુમાં આ નવી સિસ્ટમ સફળતા પૂર્વક અમલી બનાવવામાં ટાઉનપ્લાનિંગ વિભાગના હેમાદ્રીબેન, સર્વેયર જયદીપભાઈ, શાહીલભાઈ તેમજ રાજ્ય સરકારના ઓડીપીએસ વિભાગના એન્જીનિયરની મહેનત રંગ લાવી છે, અંતમાં પાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાએ મોરબીના લોકોને ઓનલાઇન પ્લાન મંજુર કરાવીને જ બાંધકામ કરવા અનુરોધ કર્યો હતો. [gallery ids='36418,36419']