મોરબી : અખિલ ભારતીય બૌદ્ધ ધમ્મ સંઘ દ્વારા થોડા દિવસ પહેલા મોરબી જિલ્લા પોલીસના અનેક પોલીસ અધિકારીઓનું કોરોના વોરિયર તરીકે સન્માન પત્રથી નવાજવામાં આવેલ હતા. હાલમાં સંઘ દ્વારા બીજા તબક્કામાં અન્ય પોલીસ સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખ શાંતાબેન મકવાણા અને મોરબી જિલ્લા મહિલા પ્રમુખ હેતલબેન જાદવ દ્વારા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક આઇપીએસ અધિકારી એવા એસ. આર. ઓડેદરાનું વિશેષ સન્માન કરવામાં આવેલ હતું. તેમજ મહિલા પોલીસ સ્ટેશન, સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફને સન્માન પત્ર અર્પણ કરવામાં આવેલ હતા. જેમાં નિવૃત્ત જજ વાઘેલા, એડવોકેટ માણેકભાઈએ પણ કાર્યક્રમમાં સહકાર આપ્યો હતો.