કાશ્મીરની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બુઢા અમરનાથ યાત્રાએ લઈ જવાતી યાત્રા પણ મોકૂફ રખાઈ મોરબી : હાલ જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ નાજુક જોવા મળી રહી છે અને અમરનાથ યાત્રા પર હુમલાના ભયથી યાત્રા રોકી દઈને યાત્રીઓને પરત જવાની સરકારે સુચના આપી દીધી છે. યાત્રા સિવાય પણ કાશ્મીર પહોંચેલા અન્ય પર્યટકોને બને એટલા જલ્દીથી કાશ્મીર છોડી દેવાની એડવાઇઝરી જાહેર કરાઈ છે. ત્યારે ચાલુ માસે યોજાનાર બુઢા અમરનાથ યાત્રા પણ રદ કરવાની સુચના મળી હોવાની માહિતી મળી રહી છે. ઓગસ્ટ માસમાં સૌરાષ્ટ્રમાંથી વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બુઢા અમરનાથ યાત્રા યોજાતી હોય છે. જેમાં યાત્રિકો ટ્રેન મારફત જમ્મુ પહોંચીને ત્યાંથી યાત્રા પ્રારંભ કરતા હોય છે. જોકે હાલની સ્થિતિને પગલે યાત્રીકોને કાશ્મીર પ્રવાસ ના કરવાની સરકારે સુચના આપી છે. જેને પગલે આગામી દિવસોમાં યોજાનાર બુઢા અમરનાથ યાત્રા પણ રદ કરવામાં આવી છે. જેથી સૌરાષ્ટ્રમાંથી બુઢા અમરનાથ જનાર યાત્રિકો જેને ટ્રેનની ટીકીટો બૂક કરાવી હોય તે કેન્સલ કરાવવા માટે સુચના આપવામાં આવી છે. બુઢા અમરનાથ યાત્રા અંગે વધુ માહિતી માટે વિશ્વ હિંદુ પરિષદના કમલભાઈ દવે મો. ૯૫૯૫૬ ૮૮૮૮૮ પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયુ છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne