પર્યાવરણ સુરક્ષા અંગે અપાયું વિશેષ માર્ગદર્શન: બેઠકમાં સૌરાષ્ટ્રની 21 શાખાના 250 પ્રતિનિધિઓ રહ્યા ઉપસ્થિતરાજકોટ : રાજકોટ ખાતે 21 જૂન 2026ના રોજ ભારત વિકાસ પરિષદ - સૌરાષ્ટ્ર પ્રાંતની એક મહત્વપૂર્ણ કાઉન્સિલ અને કાર્યકારીણી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પાવન અવસરે યોજાયેલી આ બેઠકમાં મુખ્યત્વે પર્યાવરણ સુરક્ષા અને સુધારણાના વિષયો પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં સૌરાષ્ટ્ર પ્રદેશની 21 શાખાઓના આશરે 250 જેટલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.પર્યાવરણ ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા પ્રેરણાદાયી માર્ગદર્શનસેવા ભારતી ભવન, અમૂલ સર્કલ ખાતે યોજાયેલી આ બેઠકમાં ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય પર્યાવરણ કન્વિનર અને ભારત સરકારના પર્યાવરણ વિભાગના પૂર્વ ડેપ્યુટી સેક્રેટરી જે. આર. ભટ્ટ, સદભાવના વૃદ્ધાશ્રમના પ્રમુખ વિજયભાઈ ડોબરીયા તેમજ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા દ્વારા પર્યાવરણ બચાવવા અને આગામી પેઢી માટે સુંદર ભવિષ્યના નિર્માણ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત પરિષદના રિજનલ જનરલ સેક્રેટરી વિનોદભાઈ લાઠીયાએ પણ સંગઠન લક્ષી માર્ગદર્શન આપ્યું હતું.મોરબી શાખાના હોદ્દેદારોની વિશેષ ઉપસ્થિતિઆ મહત્વપૂર્ણ કાઉન્સિલ બેઠકમાં મોરબી શાખાના હોદ્દેદારો પણ ઉત્સાહભેર સહભાગી થયા હતા. જેમાં મોરબી શાખાના અધ્યક્ષ ચિરાગભાઈ હોથી, સચિવ વિશાલભાઈ બરાસરા, કોષાધ્યક્ષ હિરેનભાઈ ધોરીયાણી, શાખા કન્વિનર (સેવા) રાજેશભાઈ ડાંગર, શાખા કન્વિનર (સંપર્ક) હરેશભાઈ બોપલીયા, શાખા કન્વિનર (સંસ્કાર) ડૉ. જયેશભાઈ પનારા, મહિલા સહભાગીતા કોમલબેન પનારા અને મહિલા સહસહભાગીતા પ્રજ્ઞાબેન જુવાણી સહિતના સભ્યોએ હાજરી આપીને પર્યાવરણ બચાવવાના સંકલ્પને દોહરાવ્યો હતો.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારત વિકાસ પરિષદ - સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ પ્રફુલગીરી ગોસ્વામી તથા મહા સચિવ હરિભાઈ પરમાર દ્વારા ભારે જહેમત ઉઠાવી તમામ કાર્યકર્તાઓ સાથે યોગ્ય સંકલન કરવામાં આવ્યું હતું.#MorbiNews #Rajkot #BharatVikasParishad #SaurashtraPrant #EnvironmentProtection #SaveEnvironment #MorbiUpdate