મોરબી અપડેટ: મોરબી મહિલા મંડળ અને મોરબી બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી શ્રાવણ વદ તેરસને બુધવાર, તારીખ 9-9-2026 ના રોજ હોમાત્મક લઘુરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર યજ્ઞ મોરબીના નવલખી રોડ પર આવેલા પરશુરામ ધામ ખાતે યોજાશે.આ હોમાત્મક લઘુરુદ્ર મહાયજ્ઞના આચાર્ય પદે બાલકૃષ્ણ એન. ભટ્ટ બિરાજમાન થશે અને વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞ સંપન્ન કરાવશે. કાર્યક્રમની રૂપરેખા મુજબ, યજ્ઞનો પ્રારંભ સવારે 7:00 કલાકે થશે અને બપોરે 1:00 વાગ્યે યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવશે. આ અવસરે આયોજકો દ્વારા વિપ્ર પરિવાર તથા તમામ ધર્મપ્રેમી ભક્તજનોને પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#MorbiUpdate #MorbiNews #BrahmaSamaj #LaghurudraYagna #ParshuramDham #ReligiousEvent #Morbi