મોરબી : મોરબી બ્રહ્નસમાજ દ્વારા અમદાવાદમાં રહેતી બીમાર દીકરીની સારવાર માટે રૂ. 1.31 લાખનો ફાળો એકત્ર કરી તેના વાલીને આર્થિક સહાય અર્પણ કરવામાં આવી હતી. સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા બ્રાહ્મણ સમાજની દીકરી દિયા મહેતાના ઈલાજ માટે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ ખાતે 5-6 કલાકના ટૂંકા સમયગાળાની અંદર સમસ્ત બ્રહ્મસમાજની ટીમ દ્વારા 1,31,000 રૂપિયાની રકમ ભેગી કરવામાં આવેલ અને જરૂર પડ્યે વધઘટ તમામ ખર્ચ માટે રોકડ ભેગી કરવાની ખાત્રી આપવામાં આવેલ હતી. આ તકે મેહતા પરિવારને મોરબી રૂબરૂ બોલાવી સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુક્લ, મહામંત્રી અમુલભાઈ જોષી તથા કેયુરભાઈ પંડ્યા, ધવલભાઈ ત્રિવેદી, ધ્વનીતભાઈ દવે, ધર્મેન્દ્રભાઈ શુક્લ વગેરે એ હાજરી આપી રકમ અર્પણ કરેલ હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..