મોરબી : 'બ્રહ્મ શક્તિ, રાષ્ટ્ર શક્તિ'ના સૂત્ર સાથે કાર્યરત સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદના અધ્યક્ષા અર્ચનાબેન ઠાકર દ્વારા મોરબીના યુવા અગ્રણી રવીન્દ્રભાઈ ત્રિવેદીની સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદ યુવા પાંખના ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. રવીન્દ્રભાઈએ વિવિધ સ્તરે વિવિધ સંગઠનમાં કાર્યરત રહી અનેક વિધ જવાબદારીઓ નિભાવી છે. હાલમાં પણ તેઓ ભારત વિકાસ પરિષદ મોરબીના પ્રમુખ તરીકે કાર્યરત છે. આ પ્રસંગે ઉપસ્થિત ચેતનભાઈ ઠાકર મહામંત્રી સંગઠન ડો. અનિલભાઈ મહેતા, ભૂપતભાઈ પંડ્યા, હસુભાઈ પંડ્યા, ડો. બળવંતભાઈ પંડ્યા સહિતના અગ્રણીઓએ રવીન્દ્રભાઈને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી છે.