શહેરમાં બી ડિવિઝન પોલીસ અને જેપુરમાં તાલુકા પોલીસની કાર્યવાહીમોરબી : મોરબી શહેરમાં સેન્ટમેરી સ્કૂલ પાસે લાયન્સનગરમાં રહેતા દારૂના ધંધાર્થીએ પોતાના ઘરે તેમજ જેપુર ગામની સીમમાં વિદેશી દારૂ - બિયર છુપાવી વેચાણ કરી રહ્યો હોવાની બાતમીને આધારે બી ડિવિઝન પોલીસ તેમજ તાલુકા પોલીસે બે અલગ અલગ દરોડા પાડી વિદેશી દારૂ - બિયરનો અંદાજે બે લાખની કિંમતનો જથ્થો કબ્જે કર્યો હતો. જો કે દરોડા દરમિયાન પોલીસને જોઈ આરોપી નાસી ગયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી પોલીસને મળેલી સચોટ બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે ગઈકાલે બપોરે સેન્ટમેરી ફાટક પાસે નવલખી રોડ ઉપર આરોપી રોહિત મુન્નાભાઈ સરવૈયાના ઘરે દરોડો પાડતા આરોપીના કબજા વાળા મકાનમાંથી વિદેશી દારૂની નાની મોટી 112 બોટલ અને બિયરના 5 ટીન મળી કુલ રૂપિયા 40,950નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જો કે, આરોપી હાજર મળી આવ્યો ન હોય પોલીસે ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.દરમિયાન મોરબી તાલુકા પોલીસે પણ બાતમીને આધારે જેપુર નજીક પ્રભુનગર ગેટ પાસે બાવળની કાટમાં દારૂ છુપાવી આરોપી રોહિત મુન્નાભાઈ કોળી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા વિદેશી દારૂની 82 બોટલ, બિયરના 33 ટીન તેમજ એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5000 સહિત કુલ રૂપિયા 1,47,040નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.દરોડા દરમિયાન આરોપી નાસી ગયો હોય પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.