પ્રખ્યાત બૉલીવુડ ઇન્ડો કિવી સિંગર નગરજનોને ડોલાવશે : ગ્રુપ બુકીંગમાં ખાસ ડિસ્કાઉન્ટ મોરબી : મોરબીના રામેશ્વર ફાર્મ ખાતે આવતીકાલે તા.૨ જૂનને શનિવારના રોજ બૉલીવુડ ઇન્ડો કિવી સિંગર શર્લિ સેટીયાનો લાઈવ સ્ટેજ શો યોજાનાર છે. સાથે મુંબઈના જાણીતા ડીજે પોતાની ધૂન પર નગરજનોને ડોલાવશે. પ્રખ્યાત બૉલીવુડ ઇન્ડો કિવી સિંગર શર્લિ સેટિયા આવતીકાલે તા. ૨ જૂનને શનિવારના રોજ મોરબી આવી રહી છે. મોરબીના રવાપર રોડ પર ન્યૂ એરા પબ્લિક સ્કૂલ પાસે આવેલ રામેશ્વર ફાર્મ ખાતે સાંજે 7 વાગ્યે શર્લિ સેટિયાના સ્ટેજ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ પ્રખ્યાત સિંગર નગરજનોને બૉલીવુડના ગીતોથી ડોલાવશે હાલ બુકિંગ પ્રક્રિયા ચાલુ છે. ગ્રુપ બુકિંગ પર ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ત્યારે ટીકીટ ઇન્કવાયરી માટે મો.નં. ૯૦૯૯૦ ૨૮૮૨૮, ૯૯૯૮૪ ૬૭૪૨૦, ૮૦૦૦૪ ૪૪૭૭૦ અથવા ૯૯૯૮૯ ૪૭૨૨૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.