લાયસન્સ વગર એજન્સી ઉભી કરી કારખાનાને ગાર્ડ પુરા પાડતા કાનપુરના શખ્સ સામે તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો મોરબી : મોરબી જિલ્લામાં લાયસન્સ વગર બોગસ પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી ચલાવતા મૂળ કાનપુરના શખ્સને એસ.ઓ.જીએ પકડી પાડ્યો છે. આ શખ્સ સામે મોરબી તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી- હળવદ રોડ પર પીપળી ગામ પાસે આવેલા લેન્ઝ સીરામીક પ્રા. લી. નામના કારખાનામાં રહી તેજ કારખાનામા લાયસન્સ વગરની બોગસ સિક્યુરિટી એજન્સી બનાવી ગાર્ડ પૂરા પાડતા મદનસિંહ ચેતરામ નાયક ઉ.વ.૫૫ મૂળ. કાનપુર વાળા શખ્સને એસ.ઓ.જીએ ઝડપી પાડ્યો છે. એસ.ઓ.જી.એ આ શખ્સને મોરબી તાલુકા ડિવિઝનને સોંપ્યો છે. તાલુકા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.