વિવિધ પ્રકારના રોગના નિદાન તેમજ લેબોરેટરી રિપોર્ટ કરાવવાના તદ્દન રાહતદરના કેમ્પનું આયોજન મોરબી : હેલ્થ ઓપશન્સ કેર (મુંબઇ) દ્વારા સ્વ.મનીષા મનહરલાલ રાવલની પુનિત યાદ નિમિતે અને તેમના સૌજન્યથી મોરબીમાં તદ્દન રાહત દરે વિવિધ બીમારીઓના નિદાન, બોડી ચેકઅપ તેમજ લેબોરેટરી ટેસ્ટ કરવા માટેના કેમ્પનું તા.૧૧/૩/૨૦૧૯ને સોમવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે. થાયરોકેર લેબ.મુંબઇ દ્વારા કરવામાં આવનાર આ કેમ્પમાં ભવિષ્યમાં થવાની શકયતા ધરાવતા મહારોગ જેવાકે હૃદય, કિડની, લીવર, થાઇરોડ, થેલેસેમિયા, લોહત્ત્વની, વિટામિનની કે કેલ્શિયમની ખામી અંગેના આગોતરા નિદાન કરી આપવામાં આવશે. આ ઉપરાંત ખાસ કરીને પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરની લોહીની તપાસ પણ કરી આપવામાં આવશે. વિશેષમાં તમામ પ્રકારની એલર્જીની તપાસ માટેનો સ્કેન ટેસ્ટ માત્ર રૂ. ૫૦/માં કરી આપવામાં આવશે. આ કેમ્પ ડૉ. હસ્તી મહેતા (બી.એસ.એ.એમ., એમ.સી.એસ)ની હોસ્પિટલમાં રાખવામાં આવેલ છે. ડૉ. હસ્તી આઈ મહેતાના ક્લિનિકમાં સોમવાર થી શનિવારે સવારે ૯:૩૦ થી બપોરે ૧૨ તથા સાંજે ૪:૩૦ થી ૭:૩૦ વાગ્યા સુધી રાહત દરે, માત્ર પાંચ રૂપિયામાં દર્દીઓને વિવિધ બીમારીઓ માટેની દવા ઉપલબ્ધ કરાવાય છે. આ કેમ્પ દરમિયાન પણ એ સેવા કાર્ય રાબેતા મુજબ ચાલુ જ રહેશે. કેમ્પની તારીખ, સમય તથા સ્થળ નોંધીને વધુ વિગત માટે મો.નં.૯૪૨૭૨ ૨૨૮૬૯ ઉપર ડૉ. હસ્તી મહેતા મેડિકલ ઓફિસરે એક યાદીમાં જણાવ્યું છે. વધુમાં વધુ લોકોને રાહત દરે યોજાનાર આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરાયો છે. સ્થળ : ડૉ. હસ્તી આઈ મહેતા, મહેતા ઔષધ ભંડાર ઉપર, કુબેરનાથ સામેની શેરી, ગાંધી બજાર, હુસેનપીરની દરગાહ પાસે, લુહાર ચાલ, ગ્રીન ચોંક, મોરબી. કેમ્પની તારીખ : ૧૧/૦૩/૨૦૧૯, સોમવાર, સમય સવારે ૮ થી ૧૧ વાગ્યા સુધી. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en