બેલા ખાતે સંસ્કાર બ્લડ સેન્ટરના સહયોગથી યોજાયેલા કેમ્પમાં યુવાનોનો ભારે ઉત્સાહ જોવા મળ્યોમોરબી : બેલા (મોરબી) મુકામે આવેલી સોમાણી મેક્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી ગત 20 જૂનના રોજ એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં લોકોએ બહોળા પ્રમાણમાં ભાગ લીધો હતો અને કુલ 101 રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.આ રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં જયંતીભાઈ જેરાજભાઈ પટેલ, નિરવભાઈ પટેલ, રાજનભાઈ પટેલ, મીતભાઈ વાસાણી, શૈલેષભાઈ બાવરવા, બંસીભાઈ બાવરવા, રાજેશભાઈ બાવરવા તેમજ સોમાણી પ્રાઇવેટ લિમિટેડના તમામ યુવાનોએ ખભેખભો મિલાવીને ભારે જહેમત ઉઠાવી હતી. યુવાનોના આ સહકારથી સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સરળતાથી અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.રક્તદાન કેમ્પની આ ઐતિહાસિક સફળતા બદલ મોરબી સંસ્કાર બ્લડ બેન્કના પ્રેરક પ્રેમસ્વામી અને એમ.ડી. રમેશભાઈ માકાસણાએ કાર્યક્રમના તમામ આયોજકો, સ્વૈચ્છિક રક્તદાતાઓ અને સોમાણી મેક્સ પ્રાઇવેટ લિમિટેડના સમગ્ર યુવા વર્ગનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તથા તેમની આ સમાજ ઉપયોગી કામગીરીને બિરદાવી હતી.#Morbi #MorbiUpdate #BloodDonation #SomanyMaxPrivateLimited #SanskarBloodCenter #BloodDonationCamp #SocialWork