પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા અનોખી રીતે દિવંગત વિઠ્ઠલ રાદડિયાને શ્રદ્ધાંજલી અપાઈ મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ અગનેશ્વર મહાદેવ મંદિરે પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા દિવંગત વિઠ્ઠલ રાદડિયાને શ્રદ્ધાંજલી આપવા માટે રક્તદાન કેમ્પ યોજાયો હતો.જેમાં વિધાર્થીઓ સહિતના લોકોએ રક્તદાન કરીને દિવંગત વિઠ્ઠલ રાદડિયાને શ્રદ્ધાંજલી આપી હતી. સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રેના અને ખેડૂત અગ્રણી પૂર્વ સાંસદ સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલી આપવા માટે મોરબીના સામાકાંઠે એલ.ઇ.કોલેજ રોડ પર આવેલ અગનેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે એલ.ઇ.કોલેજના વિધાર્થી સંગઠન પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાના હસ્તે આ બ્લડ ડોનેશન કેમ્પનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું.આ તકે ધારાસભ્ય બીજેશ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જે.પી.જેસવાણી, હસુભાઈ વિડજા,નરેન્દ્રભાઈ સંઘાત, પી.સી.પટેલ, સાગર સદાતીયા ,રોહન રાંકજા, મનોજ પનારા સહિતના તમામ ક્ષેત્રેના આગેવાનો તથા વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.આજ સવાર થી સાંજ સુધી ચાલનારા આ રક્તદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 60 લોકોએ રક્તદાન કરીને દિવંગત વિઠ્ઠલ રાદડિયાને શ્રદ્ધાંજલી આપી હતી અને સાંજ સુધીમાં 200થી વધુ લોકો રક્તદાન કરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.આ રક્તદાન કેમ્પનો સફળ બનાવવા પટેલ સોશ્યલ ગ્રુપના યશ હાપલીયા, સંદિપ ભાદાણી, કૃણાલ પાનસૂરિયા સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne