મોરબી અપડેટ: રક્તદાન એ મહાદાન છે, અને આ ઉક્તિને સાર્થક કરતા મોરબીમાં એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ, મોરબી દ્વારા સ્વ. રમેશભાઈ ગાંડુભાઈ અજાણાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે આ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં લોકોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.આ સેવાકીય અભિયાનમાં કુલ 125 રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતાની મહેક ફેલાવી હતી. આ રક્તદાન કેમ્પની સૌથી નોંધનીય અને આવકારદાયક બાબત એ રહી કે તેમાં રબારી સમાજની બહેનોએ પણ આગળ આવીને ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. બહેનો દ્વારા કરવામાં આવેલ આ રક્તદાનને રબારી સમાજમાં એક નવી અને સકારાત્મક પહેલ તરીકે જોવામાં આવી રહી છે.આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રક્તદાન માત્ર રક્તનું દાન નથી, પરંતુ કોઈ અજાણ્યા જીવનને બચાવવાની અમૂલ્ય ભેટ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પોતાનો કિંમતી સમય ફાળવીને રક્તદાન કરનાર તમામ 125 રક્તદાતાઓનો સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા હૃદયપૂર્વક આભાર અને અભિનંદન વ્યક્ત કરવામાં આવ્યા હતા.રક્તદાતાઓના આ નિસ્વાર્થ પ્રયાસથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં આશાનો દીપ પ્રગટશે. 'રક્તદાન કરો… જીવનદાન આપો' ના સંદેશ સાથે થયેલું આ સેવાકાર્ય સમાજ માટે હંમેશા પ્રેરણારૂપ બની રહેશે.#Morbi #MorbiUpdate #BloodDonation #SamrasTrust #RabariSamaj #Humanity #MorbiNews #BloodDonationCamp