મોરબી : પાછલા ત્રણ વર્ષથી સદ્દભાવના હોસ્પિટલ મોરબીમાં સેવા આપતા ડૉ. સાગર હાંસલીયા અને ડૉ. દીપા હાંસલીયાની સાગર ઓર્થોપેડિક એન્ડ ડેન્ટલ હોસ્પિટલનો તારીખ 16 ફેબ્રુઆરીના રોજ પ્રારંભ થયો છે. હોસ્પિટલના પ્રારંભ પ્રસંગે ફ્રી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. મણકાની તપાસ માટે 17થી 29 ફેબ્રુઆરી સુધી ફ્રી નિદાન કેમ્પનું આ હોસ્પિટલમાં આયોજન કરવામાં આવ્યુ છે. 11-12 સાવસર પ્લોટ, આશીર્વાદ હોસ્પિટલની બાજુમાં, અયોધ્યાપુરી મંદિર મોરબી ખાતે શરૂ થયેલી આ હોસ્પિટલમાં ઇમરજન્સી ટ્રોમા, સ્પાઇન, પેઈન મેનેજમેન્ટ અને ડેન્ટલની સારવાર ઉપલબદ્ધ કરાવાય છે. વધુ માહિતી માટે 02822 220220 ફોન નંબર પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયુ છે.