લુઝોન હેલ્થ કેર અને સંસ્કાર બ્લડ સેન્ટરના સહયોગથી આયોજન: 40 રક્તદાતાઓએ રક્તદાન કર્યું મોરબી અપડેટ: હરિભાઈ કાલાવડીયા અને કાનજીભાઈ અંબાણીની પ્રેરણાથી ખાનપર સ્થિત ગોમતેશ્વર મંદિર ખાતે ભંડારાના પાવન પ્રસંગે લુઝોન હેલ્થ કેર પ્રા.લી. (ચાંચાપર રોડ, મોરબી) દ્વારા સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.તા. 23 ઓગસ્ટના રોજ યોજાયેલા આ કેમ્પમાં સેવાભાવી 40 રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે ચિરાગભાઈ ભાલોડીયા, ભાવેશભાઈ કાલાવડીયા, મહેશભાઈ કાલાવડીયા, સુરેશભાઈ કાલાવડીયા, સુનિલભાઈ બારૈયા તેમજ લુઝોન હેલ્થ કેર પરિવારના સ્ટાફે ઉત્સાહભેર જહેમત ઉઠાવી હતી.આ સરાહનીય પહેલ બદલ સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, લુઝોન હેલ્થ કેર પ્રા.લી. પરિવારના યુવાનો તેમજ તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.#Morbi #MorbiUpdate #BloodDonationCamp #Khanpar #GomteshwarTemple #SanskarBloodBank #LuzonHealthcare #MorbiNews #HumanityFirst