પંજાબની કોંગ્રેસ સરકારને સદબુદ્ધિ મળે તે માટે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ રામઘુંન બોલાવી મોરબી : વડાપ્રધાન મોદીના કાફલાને પંજાબમાં અટકાવવા મામલે પંજાબની કોંગ્રેસ સરકાર સામે દેશભરમાં ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ ઘટનાના વિરોધમાં મોરબી ભાજપ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.તેમજ પંજાબની કોંગ્રેસ સરકારને સદબુદ્ધિ મળે તે માટે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ રામઘુંન બોલાવી હતી. પંજાબમાં ગત તા.5 ના રોજ વડાપ્રધાન મોદીના કાફલાને પંજાબની કોંગ્રેસ સરકારે અટકાવ્યો હતો.આ ઘટનાના દેશભરમાં ઘેર પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે પંજાબમાં વડાપ્રધાન મોદીના કાફલાને અટકાવવાની ઘટનાના વિરોધમાં આજે મોરબી ભાજપ દ્વારા પ્રતીક ઘરણા પ્રદર્શન કરીને પંજાબની કોંગ્રેસ સરકારની આ નીતિને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી.તેમજ પંજાબની કોંગ્રેસ સરકારને સદબુદ્ધિ મળે તે માટે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ રામઘુંન બોલાવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, જિલ્લા મહામંત્રી જયુંભા જાડેજા, નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, તથા પાલિકાના ચેરમેનો તેમજ જિલ્લાના ભાજપના અગ્રવાનો અને કાર્યકરો જોડાયા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..