મહેન્દ્રનગર ખાતે 314 લોકોના ટેસ્ટ કરાતા 71 પોઝિટિવ : જિલ્લા ભાજપ કાર્યાલયે 1058 માંથી 174 પોઝિટિવ મોરબી : મોરબીમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે ત્યારે જિલ્લા ભાજપ કાર્યાલય અને મહેન્દ્ર નગર ખાતે ભાજપ દ્વારા વિનામૂલ્યે હાથ ધરવામાં આવેલા કોરોના ટેસ્ટમાં કુલ 1372 લોકોના ટેસ્ટ કરાતા 245 કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ ઉપરથી સ્પષ્ટ બન્યું છે કે મોરબીમાં કોરોના હવે ચરમસીમાએ પહોંચ્યો છે. મોરબી જીલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદળીયા, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રાકેશ કાવર, હસુભાઈ પંડ્યા અને અનિલ મહેતા સહિતના આગેવાનો દ્વારા નવા બસસ્ટેન્ડ સામે મધ્યસ્થ કાર્યાલય ખાતે નિઃશુલ્ક કોરોના ટેસ્ટ કરવાની કામગીરી આજે સતત બીજા દિવસે ચાલુ રખાતા કુલ 1058 માંથી 174 કેસ પોઝિટિવ આવ્યા હતા. દરમિયાન ભાજપ દ્વારા મોરબીના સામાકાંઠા વિસ્તારના લોકો માટે મહેન્દ્રનગર ખાતે પણ ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલાની આગેવાનીમાં વિનામૂલ્યે કોરોના ટેસ્ટ શરૂ કરાયો હતો. જ્યાં સાંજ સુધીમાં 314 લોકોના ટેસ્ટ કરાતા 71 પોઝિટિવ આવ્યા હતા. આમ ભાજપ દ્વારા હાથ ધરાયેલ કોરોના ટેસ્ટિંગમાં મોટી સંખ્યામાં લોકો પોઝિટિવ આવતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.