મોરબી : મોરબી તાલુકા ભાજપ દ્વારા ભારતીયજનતા પાર્ટી ના ૩૯માં સ્થાપના દિનની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે આશાપુરા ટાવર બિલ્ડીંગ પર ધ્વજારોહણ કરવામાં આવશે આવતી કાલે ૬ એપ્રિલે દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના ૩૯માં સ્થાપના દિનની રંગે ચંગે ઉજવણી કરવામાં આવશે.જે અંતર્ગત મોરબી તાલુકા ભાજપ દ્વારા પણ ૩૯માં સ્થાપના દિન નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આવતીકાલે તાલુકા ભાજપના અગ્રણીઓની ઉપસ્થિતિમાં સવારે ૯ કલાકે આશાપુરા ટાવર બીલ્ડીંગ ઉપર ધ્વજારોહણ કાર્યક્રમ યોજાશે. જેમાં ધ્વજાનું પૂજન પણ કરવામાં આવશે. તેમ મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાસદડીયાની યાદીમાં જણાવાયું છે.