લોકસભાની ચૂંટણીમાં ભાજપનો બહુમતી મળે તે માટે કમર કસવાની કાર્યકરોને હાકલ કરાઈ મોરબી : ગુજરાતી નવા વર્ષને આવકારવા માટે મોરબી જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ પરિવારનું સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાભરના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરતભાઈ પંડ્યાએ ભાજપ પરિવારના સભ્યોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને સાથે સાથે આવનારી ચુંટણી માટે સૌ એક થઈને લડવાની હાકલ કરી હતી. મોરબી જીલ્લા ભાજપ દ્વારા નવલખી રોડ પર આવેલ મિલન પાર્ટી પ્લોટ ખાતે ભાજપ પરિવારનો સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરતભાઈ પંડ્યાના અધ્યક્ષસ્થાનેે યોજાયો હતો. ગુજરાતી નવ વર્ષને આવકારવા માટે યોજાયેલા આ સ્નેહ મિલન કાર્યક્રમમાં મોરબી અને રાજકોટના સાંસદ, પૂર્વ ધારાસભ્યો, મોરબી જીલ્લા ભાજપ અધ્યક્ષ અને ભાજપના હોદેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ લોકોએ પોતાના વક્તવ્યમાં આવનાર ચુંટણીને લઈને એક થવાની વાતો કરી હતી. સંગઠનને મજબુત બનાવી આવનારી ચૂટણીમાં મોરબી જીલ્લામાં લોકસભાની ચાર બેઠકો લાગુ પડતી હોવાથી ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારને જંગી બહુમતી મળે તે માટે કમર કસી લેવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. [gallery ids='38203,38204,38205']