મોરબી : મોરબી જિલ્લા ભાજપ ટીમ દ્વારા વડાપ્રધાન મોદી સરકારના ચાર વર્ષના સફળ શાસનકાળની સિદ્ધિઓ અંગે જાગૃત નાગરિકોને માહિતગાર કરવા સંપર્ક સે સમર્થન ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જીલ્લા ભાજપ દ્વારા 'વિશેષ સંપર્ક અભીયાન' સંદર્ભે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, મહામંત્રી જયોતિસિંહ જાડેજા, મોરબી શહેર મહામંત્રી રીષીપ કૈલા, જે.પી જેસવાણી, હસુભાઈ પંડયા તથા અન્ય આગેવાનોએ વોર્ડ નં. ૭ માં રહેતા જીલ્લા યુવા ભાજપ મંત્રી રૂચિર કારીયાના ઘરેથી વિશેષ સંપર્ક અભીયાનનો શુભારંભ કરેલ હતો. જનસંપર્ક દરમ્યાન સમાજના શ્રેષ્ઠી જયરાજ ભાઈ સંપટની મુલાકાત લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના ચાર વર્ષની કામગીરીની માહિતી પત્રિકા આપી 'સંપર્ક સે સમથૅન'ની વાત રજૂ કરી હતી.