નાયબ મુખ્યમંત્રી અને જિલ્લા વિકાસ અધિકારીને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખની રજુઆત મોરબી : મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા દ્વારા વર્ષ ૨૦૧૭ માં મંજુર થયેલા પરંતુ હજુ સુધી કામ શરૂ ન થયા હોય એવા રસ્તા અને પુલ બાબતે નાયબ મુખ્યમંયટી અને જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી તાકીદે આવા કામો શરૂ કરવા માંગણી ઉઠાવી હતી. રજુઆતમાં જણાવ્યા મુજબ વર્ષ ૨૦૧૭ માં પૂર્વ ધારાસભ્યશ્રી દ્વારા બ્રીજ અને રોડ બનાવવા અંગે દર્શાવેલ લિસ્ટ મુજબ રજૂઆત કરાયેલ અને માર્ગમકાન વિભાગ દ્વારા બ્રીજ અને રોડ બનાવવા અંગેની મંજૂરી પણ આપી દેવામાં આવેલ છે તે તમામ રોડના કામો સત્વરે શરૂ કરવા. તેમજ રોહિશાળા, સાવડી, ટંકારા, વિરવાવને જોડતો રોડ બનાવવા અમોએ ગત તારીખ: 22/03/2017 માં રજૂઆત પત્ર રેફ.નં: MJB/2017/403 દ્વારા લેખિત રજૂઆત કરેલ જે મંજૂર કરવાનો બાકી હોય વહેલી તકે મંજૂર કરવા મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારા દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને અને જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરીને કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૧૭ માં મંજૂર કરવામાં આવેલ હોવા છતાં પેન્ડિંગ રખાયા છે એવા રોડ રસ્તાના કામોમાં (01) મોટા ખીજડીયા, નાના ખીજડીયા, ઘુનડા રોડ પર મજીદિયા વોંકળાનો બ્રીજ અને ઘુનડા ગામ પાસેના બંને બ્રીજની રકમ રૂ. 3.20 (ત્રણ કરોડ વીસ લાખ)નું કામ. (02) આંદરણા સમલી રોડનું કામ. (03) લુટાવદર પીપળીયા એપ્રોચ રોડ. (04) મોરબી - પંચાસર - અમરાપર - મોટી વાવડી રોડ પરના માઇનોર બ્રીજ. (05) મોટી વાવડી - માણેકવાડા રોડનું કામ. (06) એમ.ડી.આર. થોરાળા રોડ પરના બંને માઇનોર બ્રીજના કામ. (07) જોધપર - સાવડી રોડનું કામ ગતિથી પૂર્ણ કરવું. (08) ભૂતકોટડા રોડનું ડામર કામ. (09) જબલપુર એપ્રોચ રોડનું ડામર કામ. (10) જીવાપર હડબટીયાળી રોડનું ડામર કામ. ઉપરોક્ત રોડ અને બ્રીજના કામો ત્વરિત પૂર્ણ કરવા મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારા દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને અને જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.