મોરબી : ભારતીય જનતા પાર્ટી મોરબી શહેર યુવા મોરચા દ્વારા આજરોજ વૃક્ષારોપણ તેમજ મન કી બાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં મહામંત્રી રીસીપભાઈ કૈલા, ભાવેશભાઈ, મોરબી જીલ્લા યુવા ભાજપ મહામંત્રી જયદિપભાઈ હુંબલ, યુવા મોરચા પ્રમુખ હર્ષભાઇ અગોલા, મહામંત્રી વિક્રમભાઈ, યોગીરાજસિંહ, યુવા ભાજપના રવીભાઈ, મનીષભાઈ, અરુણભાઇ, શક્તિભાઈ, ધવલભાઈ, જયેશભાઈ, કેયુરભાઈ, અજયભાઇ ગરચર, અજયભાઇ કોટક, મિતુલભાઈ સહિતના ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત મોરબી તાલુકા ભાજપ દ્વારા મન કી બાત કાર્યક્રમમાં યોજાયો હતો જેમાં મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા, ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા, ઉપપ્રમુખ નિર્મલભાઈ જારીયા કોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ, મંત્રી રમાબેન ગડારા, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સંગીતાબેન ભીમાણી, મોરબી તાલુકા પંચાયતના ચેરમેન રાકેશ કાવર, યુવા ભાજપ ઉપપ્રમુખ નિતેશભાઈ બાવરવા, જતીનભાઈ ફુલતારીયા તથા કેવિન શાહ અને તેમની ટીમે હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.