મોરબી : ભાજપ અને સામાજિક યુવા અગ્રણી જીગ્નેશભાઈ કૈલા અને જાનકીબેન કૈલાએ પોતાની દીકરી રાગીનો જન્મદિવસ પ્રેરણાદાયી રીતે ઉજવ્યો છે. જીગ્નેશભાઈ અને જાનકીબેને દીકરી રાગીના જન્મદિવસે આજે ડો. હેડગેવાર સ્મારક સમિતિને અનુદાન અર્પણ કરીને જન્મદિવસની પ્રેરક ઉજવણી કરી હતી. નાની ઉંમરમાં અનેક ખ્યાતનામ લોકો અને સંત પુરુષોનું સાનિધ્ય પ્રાપ્ત કરી આશીર્વાદ એવમ શુભેચ્છા પ્રાપ્ત કરનાર રાગીને જન્મદિવસની શુભકામનાઓ મળી રહી છે.