મોરબી : ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર અને હાઉસીંગ બોર્ડના પીઢ આગેવાન પરબતભાઇ રબારીનુ કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. તેઓ સંક્રમિત થયા બાદ તેઓને સારવાર માટે જામનગર મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન અવસાન થયું હતું. તેઓના અંતિમ સંસ્કાર પણ જામનગર જ કરવામા આવ્યા હતા.