મોરબી : આજે ૧૮ ઓગસ્ટના રોજ મોરબીના વિરપર ખાતે જિલ્લા ભાજપ દ્વારા અગસ્તક્રાંતિ નિમિતે વૃક્ષારોપણ,રક્તદાનકેમ્પ અને સ્વચ્છતા અભિયાન એમ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અગસ્ત ક્રાંતિ પર્વ નિમિત્તે ટંકારા તાલુકાના વિરપર ગામે જિલ્લા ભાજપ દ્વારા સ્વચ્છતા અભિયાન રક્તદાનકેમ્પ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ત્રિવિધ કાર્યક્રમમાં મોરબી શહેર,જિલ્લા અને તાલુકા ભાજપના આગેવાનો,હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='8657,8659,8658']