મોરબી : મોરબીમાં ઘેરથી કહ્યા વગર ચાલ્યા ગયેલા યુવાનની લાશ બિલિયા ગામના કુવામાંથી મળતા પોલીસે તપાસ શરૂ કરી છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના બીલીયા ગામ ખાતેથી ઘરે થી કહ્યા વગર ચાલ્યા ગયેલા ભરતભાઇ ભીખાભાઇ સાણંદીયા ઉ.42 ની ગામના કુવા માંથી લાશ મળી આવતા હત્યા કે આત્મહત્યા નો બનાવ છે તે અંગે તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.