મોરબી : મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રફાળેશ્વર નજીક બાઇક ચાલક ક્ષત્રિય યુવાનનું બાઇક સ્લીપ થતા મોટ નીપજ્યું હતું. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર બાઈક ચાલક નટુભા કાળુંભા પરમાર પોતાના બાઈક નં જીજે ૦૩ એચસી ૦૩૯૦ પર હાઈવે પરથી જતા હતા ત્યારે રફાળેશ્વર નજીક કોઈ કારણોસર તેનું બાઈક સ્લીપ થતા તેને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજયું હતું. આ મામલે ફરિયાદી જીતેન્દ્રસિંહ લાખુભા પરમાર (ઉ.વ.૪૧) રહે. અરુણોદયનગર, મોરબી વાળાએ તાલુકા મથકમાં ફરિયાદ નોંધવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માત ઘટના અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.