મોરબી : મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ રોજગાર વિનિમય કચેરી, મોરબી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા, મોરબીના સંયુક્ત ઉપક્રમે મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અન્વયે એપ્રેન્ટીસશીપ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં નોકરી ઇચ્છુંકોએ ઉપસ્થિત રહીને ઇન્ટરવ્યૂ આપ્યા હતા. આ એપ્રેન્ટીસશીપ મેળામાં ૧૪ થી ૪૫ વર્ષની ઉમર ધરાવતા અને આઇટીઆઇ અથવા ડીપ્લોમાં અથવા ડીગ્રી અને ધો. ૮ થી સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારો એપ્રેન્ટીસશીપ ટ્રેઇની તરીકે રોજગારી મેળવવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ તકે સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા તથા સીરામીક ઉદ્યોગકારો અને આઈટીઆઈના પ્રિન્સિપાલ આર.જે.કૈલા, આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ડો.એલ.એમ. કંઝારીયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ તકે મોટી સંખ્યામાં નોકરી ઇચ્છુક યુવાનો ઉપસ્થિત રહયા હતા. જેઓનું ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા.