દેશવ્યાપી ધરણાં કાર્યક્રમના ભાગરૂપે મોરબી જિલ્લામાં પણ વિવિધ માંગણીઓ સાથે કલેક્ટર કચેરીએ રજૂઆત કરાશેમોરબી અપડેટ: શ્રમિક અને કામદારોના લાંબા સમયથી વણઉકેલ્યા પ્રશ્નો મુદ્દે ભારતીય મજદૂર સંઘ દ્વારા આગામી 17 ઓગસ્ટને સોમવારના રોજ મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. તાજેતરમાં રાંચી (ઝારખંડ) ખાતે મળેલ રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, દેશભરમાં વિવિધ વિભાગો અને ઉદ્યોગોના શ્રમિકોના પ્રશ્નો અંગે સરકારનું ધ્યાન દોરવા 17-08-2026 ના રોજ રાષ્ટ્રવ્યાપી ધરણાંનો કાર્યક્રમ નક્કી કરાયો છે.આ અંતર્ગત ભારતીય મજદૂર સંઘ મોરબી દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 17 ઓગસ્ટના રોજ બપોરે 4 થી 5 કલાક દરમિયાન આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવશે.આ કાર્યક્રમમાં મુખ્યત્વે નીચે મુજબની માંગણીઓ મૂકવામાં આવી છે.ગુજરાતમાં આંગણવાડી વર્કર-હેલ્પર બહેનોને હાઈકોર્ટના ચુકાદા મુજબ રૂ.24800 તથા રૂ.20300 પગાર ચૂકવવામાં આવે.મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ સહિત તમામ શ્રમિકોને સામાજિક સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવે.તમામ કામદારોનું માસિક લઘુતમ વેતન રૂ.30000 નક્કી કરવામાં આવે.ઈ.પી.એફ. (EPF) યોજના હેઠળ હાલ ચૂકવવામાં આવતા મિનીમમ પેન્શનની રકમમાં રૂ.1000નો વધારો કરી મિનીમમ પેન્શનની રકમ રૂ.7500+ડી.એ. ચૂકવવામાં આવે.ઈ.પી.એફ.યોજના હેઠળ હાલની વેઇઝ સીલીંગ મર્યાદા 15000 માં વધારો કરી રૂ.25000 કરવામાં આવે.બોનસ ચુકવણીની ગણતરીમાં વધારો કરી રૂ.42000 કરવામાં આવે.શ્રમ કાયદામાંથી શ્રમ-વિરોધી જોગવાઈઓ નાબૂદ કરવી અને સમાન કામ-સમાન વેતનનો નિયમ લાગુ કરવો. આ કાર્યક્રમમાં ગુજરાત એસ.ટી. પરિવહન, મધ્યાહન ભોજન યોજના, આંગણવાડી વર્કર-હેલ્પર, આશા કર્મચારી બહેનો, નગરપાલિકા તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ, રોજમદાર અને કરાર આધારિત કામ કરતા કામદારો વગેરે જોડાશે. ભારતીય મજદૂર સંઘ મોરબી દ્વારા જિલ્લાના તમામ ક્ષેત્રના શ્રમિકો અને કર્મચારીઓને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે આ કાર્યક્રમમાં હાજરી આપવા અપીલ કરવામાં આવી છે. #Morbi #MorbiUpdate #BMS #BharatiyaMazdoorSangh #LaborRights #Protest #MorbiNews #GujaratNews #WorkersDemands