વિદ્યાર્થીઓના રિપોર્ટમાં હિમોગ્લોબિનની ઉણપ જણાશે તો સંસ્થા તરફથી નિઃશુલ્ક આયર્નની દવાઓ આપવામાં આવશેમોરબી : ભારત વિકાસ પરિષદ, મોરબી શાખા તથા IMA (Indian Medical Association) ના સંયુક્ત ઉપક્રમે શનાળા ધુનડા રોડ પર આવેલ સભારા વાડી પ્રાથમિક વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક આરોગ્ય શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદની મહિલા સહભાગીતા પાંખ દ્વારા આયોજિત આ શિબિરમાં કુલ 110 વિદ્યાર્થીઓએ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો.શિબિરમાં વિદ્યાર્થીઓના હિમોગ્લોબિન અને બ્લડ ગ્રુપની તપાસ કરવામાં આવી હતી. ન્યુટેક ડાયગ્નોસ્ટિક લેબોરેટરીના ડૉ. વિપુલ કાવર અને તેમની ટીમ દ્વારા બ્લડ સેમ્પલ એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી હતી. તપાસ બાદ હવે તમામ વિદ્યાર્થીઓને રિપોર્ટ આપવામાં આવશે અને જે વિદ્યાર્થીઓમાં હિમોગ્લોબિનની ઉણપ જણાશે તેમને સંસ્થા તરફથી નિઃશુલ્ક આયર્નની દવાઓ આપવામાં આવશે.આ કાર્યક્રમમાં ડૉ. જયેશ પનારા, ડૉ. ચિરાગ અઘારા અને ડૉ. વિપુલ કાવર દ્વારા નિઃશુલ્ક તબીબી સેવા આપવામાં આવી હતી. તે તેમજ ડોક્ટર વિપુલ કાવળ તરફથી આર્થિક સહયોગ પણ પ્રાપ્ત થયો હતો. આ તકે ભારત વિકાસ પરિષદ, મોરબી શાખાના અધ્યક્ષ ચિરાગ હોથી, સચિવ વિશાલ બરાસરા અને કોષાધ્યક્ષ હિરેન ધોરિયાણી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આયોજકોએ તમામ તબીબો, સહયોગીઓ અને શાળા પરિવારનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ આવા આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજવાની ખાતરી આપી હતી.#Morbi #HealthCamp #IMA #BharatVikasParishad #StudentHealth #BloodCheckup #MorbiNews #MorbiUpdate #Gujarat #SocialService