મોરબી : આજે તા. 10-5-2025ને શનિવારના રોજ સાંજે 6 કલાકે મહેન્દ્રનગર ચોકડી ન્યારા પમ્પ સામે, દીનેશભાઈનું ખેતર બુધવારી ગ્રાઉન્ડ ખાતે યુદ્ધ દરમ્યાન ભારતીય જવાનોની રક્ષા હેતુ તથા બલિદાનીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે ભારત વિજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તો સર્વ દેશપ્રેમી જનતાને આ યજ્ઞનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.