મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસ ઇન્સ. એમ.પી.પંડયાને ખાનગીરાહે હકિકત મળેલ કે મોરબી ભકિતનગર સર્કલ એસ્સાર પંપ પાછળ જાહેરમા રોડ ઉપર જુગાર રમતા હોય જેથી હકિકત આધારે રેઇડ કરતા (૧) હનીફભાઇ જુમાભાઇ કાળવા રહે.મોરબી ખાટકીવાસ મોચીશેરી આશીયા ફ્લેટ બ્લોકનં.૧૦૫ (૨) હેમતભાઇ વાલાભાઇ ચૌહાણ રહે.મોરબી ભકિતનગર સર્કલ એસ્સારપંપ પાછળ (૩) પ્યારૂભાઇ દાદુભાઇ પરમાર રહે.મોરબી દલવાડી સર્કલ કેનાલકાંઠે ઝુપડામાં (૪) હુશેનભાઇ અલીભાઇ કાથરોટીયા રહે.મોરબી ખાટકીવાસ સેલાનીપીરની દરગાહ પાસે (૫) જીતેષભાઇ વાલાભાઇ ચૌહાણ રહે.મોરબી ભકિતનગર સર્કલ એસ્સારપંપ પાછળ સહિતના પાંચ લોકો જાહેરમા નશીબ આધારીત ગંજીપતાના પાના પૈસા વડે જુગાર રમતા મળી આવતા રોકડ રૂ.૩૦૩૦૦/- ના મુદામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આ કામગીરી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટરના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. કિશોરદાન ગઢવી તથા પો.હેડકોન્સ કિશોરભાઇ પારઘી તથા પો.હેડ.કોન્સ. મનસુખભાઇ દેગામડીયા, તથા પો.કોન્સ. આશિફભાઇ રાઉમા, તથા હિતેષભાઈ ચાવડા, તેજાભાઇ ગરચર, અરજણભાઈ ગરીયા, સિંધ્ધરાજસિંહ જાડેજા વિગેરેનાઓ દ્વારા કરેલ છે.