મોરબી: મોરબીમાં સ્વ. લખધીરસિંહ ભીખુભા જાડેજાને શ્રદ્ધાંજલિ આપવા ભજન સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ આજે 20/11/2025 ને ગુરુવારના રોજ રાત્રે 10 કલાકે ભડિયાદ રોડ, સાયન્સ કૉલેજ સામે, વિધાનગર સોસાયટી, હનુમાનજી મંદિર, મોરબી 2 ખાતે યોજાશે. ભજન સંધ્યામાં જાણીતા કલાકારો કિશનભાઈ આહીર, ભાવેશભાઈ આહીર સાથે મનીષ મહારાજ ઉપસ્થિત રહેશે અને ભજનોની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સ્વર્ગસ્થ આત્માને શ્રદ્ધાંજલિ અર્પવા માટે લોકોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.