મોરબી : ગ્રીનચોક પાસે આવેલ કુબેરનાથ મંદિરે તા.15થી 21 ડિસેમ્બર સુધી દરરોજ બપોરે 2થી6 વાગ્યા દરમિયાન શ્રી અન્નપૂર્ણા વ્રત મહોત્સવ અંતર્ગત શ્રી કુબેરનાથ આરતી ધૂનમંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા કથાકાર અને ભાગવતાચાર્ય શાસ્ત્રીજી જીગ્નેશભાઈ પંડયા ભાગવત કથાનું સંગીતમય શેલીમાં રસપાન કરાવશે,જેથી આ ભાગવત કથાનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા જાહેર અપીલ કરવામાં આવી છે, વધુ વિગતો માટે ભાનુબેન 99095 41149 તથા જયશ્રીબા 92650 99001 પર સંપર્ક સાધવો.