મોરબી : મોરબીના ભડિયાદ ગામે કાલે સોમવારના રોજ મેલડી માતાજીના આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે ભાવિકોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મોરબી તાલુકાના ભડિયાદ ગામે આવતીકાલે તા. ૪ ને સોમવારના રોજ ઉંચી માંડલ ગામનું મેલડી માતાજીનું આખ્યાન રજુ કરવામાં આવનાર છે. મહાશિવરાત્રીના પાવન પર્વે કરવામાં આવેલા આ ધાર્મિક આયોજનમા પધારવા ભાવિકોને આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ વિગત માટે મો.નં. ૯૯૧૩૯ ૧૪૮૨૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.