મોરબી : શક્ત શનાળા ખાતે શક્તિ માતાજીના મંદિર પાછળ પ્લોટ વિસ્તારમાં આવેલી શ્રી શક્ત શનાળા પ્લોટ શાળાનું કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) 2024 પરીક્ષાનું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. શાળાના કૂલ 8 વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે.કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)ની પરીક્ષામાં શક્ત શનાળા પ્લોટ શાળાની વિદ્યાર્થિની પ્રગતિ મુકેશભાઈ સોલંકીએ 120માંથી 92 માર્ક્સ મેળવ્યા છે. ત્યારબાદ ભવ્ય સંજયભાઈ લવાએ 79 માર્ક્સ, રિદ્ધિ મૌલિકગીરી ગોસાઈએ 75 માર્ક્સ, જલ્વી ઘનશ્યામભાઈ રાઠોડે 70 માર્ક્સ, જાનવી રાયસિંહ વિશ્વકર્માએ 70 માર્ક્સ, દિપ્તી અજીતભાઈ સોલંકીએ 69 માર્ક્સ, મીરા અશ્વિનભાઈ વાડોલિયાએ 68 માર્ક્સ અને આશિષ ઓમપ્રકાશ મોરિયાએ 62 માર્ક્સ મેળવી મેરિટમાં સ્થાન પ્રાપ્ત કરી શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે.