મોરબી : મોરબીમાં પટેલ પરિવારે લાડકવાયી દીકરીના બેસણામાં વૃક્ષના રોપાનું વિતરણ કર્યુ હતું. ૨૦ વર્ષની દીકરીની અચાનક વિદાય બાદ પરિવારે તેના બેસણામાં પર્યાવરણ જતન માટેનું સેવાકાર્ય કરી ખરા અર્થમાં શ્રધાંજલિ અર્પી હતી. મોરબીના શનાળા રોડ પર નવા બસ સ્ટેન્ડ સામે સ્વસ્તિક એપાર્ટમેન્ટમાં રહેતા લાભુભાઈ કોરડીયાની ૨૦ વર્ષની દીકરી ક્રિષ્નાબેનનું અચાનક અવસાન થયું હતું. પટેલ પરિવારની આ લાડકવાયી દીકરીનું આજે બેસણું હતું. બેસણામાં પરિવારે વૃક્ષના રોપાનું વિતરણ કરી તેને ખરા અર્થમાં શ્રધાંજલિ અર્પી હતી. પટેલ પરિવારે બેસણામાં ૧૧૧ વૃક્ષ, ૫૦૦ દીવડા અને ૧૫૦ કિલો જારનું વિતરણ કર્યું હતું.