છાત્રોને શિષ્યવૃતિ માટેનું ખાતું ખોલવાની ના કહેતા હોવાથી કારોબારી ચેરમેને લીડ બેંકના મેનેજરને કરી રજુઆત મોરબી : મોરબી જિલ્લામાં એસ.બી.આઈ બેંકના અધિકારીઓ વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ માટેનું ખાતુ ખોલી આપવાની ના પાડે છે. ત્યારે આ અંગે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયાએ લીડ બેંકના મેનેજરને રજુઆત કરી કાર્યવાહી નહિ થાય તો બેંકોને તાળા મારી દેવાની ચીમકી આપી હતી. જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેને રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં વિદ્યાર્થીઓને શિષ્યવૃતિનો લાભ લેવા માટે બેંકોમાં ખાતા ખોલાવવા ફરજીયાત હોય, જેમાં મોરબી જિલ્લામાં વિદ્યાર્થીઓને સત્ર શરૂ થઈ રહ્યા છે. ત્યારે એસ.બી.આઈ. બેંકોમાં વિદ્યાર્થીઓને ખાતા ખોલવવાની ના પાડવામાં આવી રહી છે. વધુમાં ચેરમેને જણાવ્યું કે વિદ્યાર્થીઓને શિષ્યવૃતિનો લાભ લેવા બેંકોમાં ખાતા ખોલાવવા ફરજિયાત છે. ત્યારે આગામી દિવસોમાં આ અંગે કાર્યવાહી નહી થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરીને બેંકોને તાળા મારી દેવામાં આવશે. જેની તમામ જવાબદારી બેંકોની રહેશે.