આજે ગણેશ ચતુર્થીના પાવન અવસરે લોકોએ ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે શેરી-ગલી કે ઘરોમાં વાજતે ગાજતે સ્થાપન કર્યું લોકો દરરોજ આરતી, પૂજન અર્ચન અને અન્નકૂટ ધરીને આરાધના કરશે મોરબી : દરેક શુભ કાર્યોમાં પ્રથમ પૂજાતા અને કોઈપણ વિઘ્ન સંકટ દૂર કરતા વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશ આજે ગણેશ ચતુર્થીના પાવન અવસરે શેરી ગલી કે ઘરોમાં બિરાજમાન થયા છે. મોરબીમાં આજે લોકોએ મોટાભાગે ઘરોમાં કે શેરી ગલીમાં વાજતે ગાજતે ગણપતિ બાપા મોરિયાના જયઘોષ સાથે ભક્તિભાવથી સ્થાપન કર્યું છે. એ સાથે જ આજથી મોરબીવાસીઓ ગણેશજીની ભક્તિમાં એકાકાર થઈ જશે. કોરોનાની આ વખતે બહેતર સ્થિતિ હોય પણ સાવચેતીને ધ્યાને લઈને સરકારે ગણેશ મહોત્સવમાં કેટલીક પાંબધીઓ મુકતા આ વખતે મોરબીમાં ગણેશ મહોત્સવના કોઈ મોટા આયોજનો થયા નથી. માત્ર શેરી ગલીમાં નાના પાયે ગણેશ મહોત્સવના સાદાઈથી આયોજનો થયા છે. જો કે મોટાભાગના લોકોએ સરકારની ગાઈડલાઈનને ધ્યાને લઈને પોતાના ઘરોમાં આજે ભક્તિભાવથી ગણપતિ દાદાને બિરાજમાન કર્યા છે. આ ઉપરાંત ઘણી જગ્યાએ સાદાઈથી શેરી ગલીમાં નાના પંડાલ નાખીને લોકોએ વિઘ્નહર્તાને સ્થાપિત કર્યા છે. આજથી ગણેશ મહોત્સવ શરૂ થતાં નવ-દસ દિવસ સુધી ગૌરીનંદન ભગવાન શ્રીગણેશની ભક્તિ કરવા લોકોમાં ભારે ઉમંગ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. આજે ગણેશ ચતુર્થીના દિવસે દરેક લોકોએ મોદક બનાવીને પ્રથમ મોદકનો પ્રસાદ ગણેશજીને અર્પણ કર્યા હતો અને પ્રથમ ભગવાનને પ્રસાદ ચડાવીને લોકોએ પણ લાડુનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ગણેશ મહોત્સવના મોટા આયોજન રદ્દ હોવાથી મોટાભાગના લોકોએ આજે ગણપતિ દાદાને પોતાના ઘરોમાં બિરાજમાન કરીને ભક્તિ કીર્તન શરૂ કર્યા છે. લોકો દરરોજ આરતી, પૂજન અર્ચન અને અન્નકૂટ ધરીને આરાધના કરશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..