મોરબી : સૌથી મોટો એવો દિવાળીનો તહેવાર નજીકના સમયમાં આવી રહ્યો છે. ત્યારે મોરબીમાં હિન્દુ જાગરણ મંચ દ્વારા આવતીકાલે તા. 24/10/2019ના રોજ સાંજે 7 કલાકે મચ્છુબારી રોડ પર આવેલા મચ્છુ માતાના મંદિરે દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં ૧૧૧૧ દિપ પ્રજ્વલિત કરીને મચ્છુ માતાની મહાઆરતી કરવામાં આવશે. આ તકે નગરજનો પણ ઘરેથી દીવો લાવી આયોજનની શુભવૃદ્ધિ કરી માતાની આરતીમાં સહભાગી બની શકે છે. હિન્દુ જાગરણ મંચ દ્વારા ભાવિકોને મહાઆરતીનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.