ફટાકડાના કારણે આગ લાગી હોવાની શક્યતા : ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો મોરબી : મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા કોમ્પ્લેક્સ નજીક રાજકોટ રોડ તરફના રસ્તા પર કોમ્પ્લેક્સ પાસે પડેલા ટાયરના જથ્થામાં અચાનક આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બાજુમાં પાર્ક કરેલા બે ડમ્પર પણ આગની ઝપટમાં આવી ગયા હતા. આગની ઘટનાના પગલે સ્થળ પર લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે ત્યાં સુધીમાં આગની ઝપટમાં આવી ગયેલા બંને ડમ્પર ખાખ થઈ ગયા હતા. જોકે આગની ઝપટમાં આવી ગયેલા ટાયર અને ડમ્પર કોના છે તે જાણવા મળ્યું નથી. જ્યારે આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ આ આગ ફટાકડાના કારણે લાગી હોવાની શક્યતા છે. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='12706,12707,12708,12709,12710,12711,12712,12713,12714']