મોરબી : તારીખ 6 જુલાઈના રોજ નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા ખાતે વકીલોને પોલીસ દ્વારા કોર્ટમાં પ્રવેશવા રોગ લગાવી હતી તથા વકીલો સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. આ મુદ્દે મોરબી જિલ્લા બાર એસોસિએશન દ્વારા આવતીકાલે 9 જુલાઈના રોજ મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે. મોરબી જિલ્લા બાર એસોસિએશન દ્વારા જણાવાયું છે કે, વકીલને કોર્ટમાં જતા રોકવા એ બંધારણના અનુચ્છેદ 14 અને અનુચ્છેદ 21 નો ભંગ છે. એડવોકેટ એક્ટની જોગવાઈઓનો પણ ભંગ થાય છે. ત્યારે ડેડીયાપાડામાં બનેલી ઘટના બાદ વકીલોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ભવિષ્યમાં આવો કોઈ બનાવ બનશે તો ઉગ્ર આંદોલન પોલીસ તંત્ર સામે કરવામાં આવશે તેમ પણ મોરબી જિલ્લા બાર એસોસિએશન દ્વારા જણાવ્યું છે. અને આ અંગે આવતીકાલે તારીખ 9 જુલાઈના રોજ બપોરે 1 કલાકે કલેક્ટર કચેરીએ તમામ વકીલો એકત્ર થઈને આવેદનપત્ર આપશે. તો આ તકે તમામ વકીલોને હાજર રહેવા અપીલ કરવામાં આવી છે.