જોઈન્ટ સેક્રેટરી તરીકે જીતેન્દ્રભાઈ સોલંકી તેમજ કારોબારીમાં પ્રદીપભાઈ કંઝારીયા, યોગેશભાઈ પારેજીયા, દેવીપ્રસાદ જોશી, ઘનશ્યામભાઈ આદ્રોજા વિજેતા થયામોરબી : મોરબી બાર એસોસિએશનમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરર અને મહિલા રિપ્રેઝન્ટેટિવ અને કારોબારીમાં મહિલા પદ બિનહરીફ થયા બાદ આજે જોઈન્ટ સેક્રેટરી અને કારોબારીની ચૂંટણી યોજવામાં આવી હતી. જેનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. પ્રમુખ પદ માટે દિલીપભાઇ આર. અગેચણીયા, ઉપપ્રમુખ પદ માટે પારધી દીપકભાઈ વાલજીભાઇ, મહિલા રી-પ્રેઝન્ટેટિવ પદ માટે ખુશ્બૂબેન યોગેશભાઈ કોઠારી, ટ્રેઝરર પદ માટે નિધિબેન ત્રિભોવનભાઈ વાધડીયા અને કારોબારી સભ્યમાં મહિલા અનામતમાં હેતલબેન ત્રિલોકભાઈ મહેશ્વરી, સેક્રેટરી પદ માટે ધ્રુમિલ કિશોરભાઈ ભીમાણી બિનહરીફ થયા હતા. જ્યારે આજની ચૂંટણીમાં 669માંથી 519 વકીલોએ મતદાન કર્યું હતું. જોઈન્ટ સેક્રેટરીના પદ માટે 2 ઉમેદવાર અને કારોબારીના 4 પદ માટે 7 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા. જેમાં જોઈન્ટ સેક્રેટરીના ઉમેદવાર અતુલભાઈ ડાભીને 196 મત સામે જીતેનભાઈને 299 મત મળ્યા છે. જ્યારે કારોબારીમાં ઘનશ્યામભાઈ આદ્રોજાને 299 મત, દેવીપ્રસાદ જોશીને 225, પ્રદીપભાઈ કંઝારિયાને 246, હુસેનભાઈ કટારીયાને 180, પ્રદીપભાઈ કાટીયાને 191, નીતિનભાઈ પાડલીયાને 218, યોગેશભાઈ પારેજીયાને 232 મત મળ્યા છે. જ્યારે ચૂંટણીનું પરિણામ જાહેર થતા જોઈન્ટ સેક્રેટરી તરીકે જીતેન્દ્રભાઈ સોલંકી તેમજ કારોબારીમાં પ્રદીપભાઈ કંઝારીયા, યોગેશભાઈ પારેજીયા, દેવીપ્રસાદ જોશી, ઘનશ્યામભાઈ આદ્રોજા વિજેતા થયા છે.નવનિયુક્ત પ્રમુખ દિલીપભાઇ આર. અગેચણીયાએ જણાવ્યું કે અમારી એક્ટિવ પેનલનો ભવ્ય વિજય થયો છે. મોરબીમાં નવી કોર્ટ બની રહી છે. જેમાં વકીલો માટે મહત્તમ સુવિધાઓ હોય તેવા પ્રયાસ કરાશે. સાથે જુનિયર વકીલોનો પણ વિકાસ થાય તેવા પગલાં લેવાશે. અને પ્રોટેક્શન એક્ટ લાગુ થાય તેવા પણ પ્રયાસો કરવામાં આવશે.