આરોપીઓના બચાવ પક્ષે વકીલ ન રોકાવા અપીલ : રાજકોટ બાર એસોસિએશનને સમર્થન જાહેર કર્યું મોરબી : રાજકોટના વકીલની આત્મહત્યાના મોરબીમાં પ્રત્યાઘાત પડ્યા છે. મોરબી બાર એસોસિએશનએ આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢી રાજકોટ બાર એસોસિએશનને સમર્થન જાહેર કર્યું છે. અને આરોપીઓના બચાવ પક્ષે વકીલ ન રોકાવા અપીલ કરી છે. રાજકોટ વકીલ મંડળના સભ્ય વકીલ સ્વ. મહેન્દ્રભાઈ કેશવલાલ ફળદુએ આરોપીઓના બેહુદા ત્રાસથી તેમના જીવનનો કાયમી અંત લાવેલ છે. જેનો ગુનો પણ રાજકોટમાં ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. આમ, વકીલ સ્વ. મહેન્દ્રભાઈ કેશવલાલ ફળદુનાને આરોપીઓએ ત્રાસ આપેલો જેના કારણે વકીલ સ્વ. મહેન્દ્રભાઈ કેશવલાલ ફળદુએ તેમનું જીવન ટુંકાવવુ પડેલ. જે ખુબ જ દુઃખદ બાબત છે. જે બાબતે મોરબી વકીલ મંડળ દુ:ખની લાગણી વ્યકત કરે છે. આ બાબતે વકીલ આલમમાં તેના ગહેરા પ્રત્યાઘાત પડેલ હોય. આથી, મોરબી વકીલ મંડળના તમામ વકીલોને યાદીમાં વિનંતી કરવામાં આવેલ છે કે, રાજકોટ જીલ્લાના ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશનનાં રજીસ્ટર ગુનાના આરોપીઓ તરફે બચાવ કરવા કોઈપણ વકીલપત્ર નહીં મુકવા તથા વકીલ તરીકે ન રોકાવા વિનંતી કરવામાં આવે છે. આ બનાવને મોરબી બાર એસોસિએશન સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. અને રાજકોટ બાર એસોસિએશનને સંપુર્ણ ટેકો તથા સમર્થન આપવાનું નકકી કરેલ હોવાનું જણાવેલ છે. તેમ મોરબી બાર એસોસિયેશનના પ્રમુખ જીતુભા જાડેજાની યાદી જણાવે છે.