ઉપપ્રમુખ તરીકે સી.ડી. કારિયા, સેક્રેટરી તરીકે જે.ડી. અગેચણીયા અને જોઈન્ટ સેક્રેટરી તરીકે કે.આઈ. ભોરિયાનો વિજય મોરબી : મોરબી બાર એસો.ની ચૂંટણીમાં મતદાન સંપન્ન થયા બાદ મત ગણતરી હાથ ધરાઈ હતી. જેમાં ભારે રસાકસી ભર્યો જંગ જામ્યો હતો. અંતે મતગણતરી બાદ પ્રમુખ તરીકે જે.આર.જાડેજા, ઉપપ્રમુખ તરીકે સી.ડી. કારિયા, સેક્રેટરી તરીકે જે.ડી. અગેચણીયા, જોઈન્ટ સેક્રેટરી તરીકે કે.આઈ. ભોરિયા અને કારોબારી સભ્ય તરીકે એન.ટી. વાઘડીયા, કે.ડી. સંખેરિયા તથા યુ.આર.જાડેજા વિજેતા બન્યા છે. પ્રમુખ પદના ઉમેદવાર જે.આર.જાડેજાને 162, એ.જે. ખુમાણને 144 અને પી.ડી. માનસેતાને 6 મત મળ્યા છે. જેમાં જે.આર.જાડેજા વિજેતા જાહેર થયા છે. જ્યારે ઉપપ્રમુખ પદના ઉમેદવાર સી. ડી. કારીઆને 170 અને ડી. પી.ઓઝાને 129 મત મળતા સી.ડી. કારીઆ વિજેતા જાહેર થયા છે. સેક્રેટરી પદના ઉમેદવાર જે.ડી. અગેચણીયાને 203 અને બી.બી. હડિયલને 104 મત મળતા જે.ડી. અગેચણીયા વિજેતા જાહેર થયા છે. જોઈન્ટ સેક્રેટરી પદના ઉમેદવાર કે.આઈ. ભોરિયાને 103, જી.જે. છત્રોલાને 97 અને વાય.જે. જાડેજાને 85 મત મળતા કે.આઈ. ભોરિયા વિજેતા જાહેર થયા છે. કારોબારી સભ્ય પદના ઉમેદવારમાં એચ.ડી. ગૌસ્વામીને 134, યુ.આર.જાડેજાને 147, એમ.પી. પુજારાને 116, કે.ડી. સંખેરિયાને 150, ડી.આર.ઉધરેજાને 123 અને એન.ટી.વાધડીયાને 169 મત મળ્યા હતા. જેમાંથી એન.ટી. વાઘડીયા, કે.ડી. સંખેરિયા અને યુ.આર.જાડેજા વિજેતા જાહેર થયા છે.